Thursday, December 22, 2016

A song died in me

Today a song died in me!!

It said it would flutter high into the azure sky,
and ring the air with its melodious voice.

But a hoarse voice clipped its wings,
and down it fell into the bottomless pit of a grieving heart,
never to be heard, never to be felt again.

Slowly and silently, it sank to its grave,
and spared the trouble of many to bury and weep over it.

© 2016 Abhijit Pandit


Monday, November 14, 2016

એ સૂર્યનો તડકો

સૂર્યનો તડકો, સાંજ પડે જઈ આથમતો,
સાગરના પાણીએ શીતળ થઇ, લહેરે લહેરે છલકતો,
ભીની ભીની રેત પર સુઈ, મોઝાના હાલરડે ઝૂલતો,
છલક છલક છલકાતો.... સૂર્યનો તડકો.

ફૂલોની પાંખડીએ બેસતો, ને પર્ણની કિનારીએ રમતો,
ઝાકળમાં ઓગળી જઈ, નવી કળાએ ખીલતો,
ધરતીની ભીનાશને પામી, ફૂલોનો ધબકાર બનતો,
કૂંપળે કૂંપળે ફૂટતો... સૂર્યનો તડકો.

ગગન હિંડોળે મદમસ્ત ઝૂલતો, ને પવન વેગે ચોમેર વેરાતો,
વાદળ ચીરી ધરાને ચુમતો, ને ડુંગરે ડુંગરે જઈ વિહરતો,
એક સોનેરી જાજમ બની, ધરતીને કેવી શણગારતો,
મલક મલક મલકાતો... સૂર્યનો તડકો.


© 2016 અભિજીત પંડિત

Wednesday, October 12, 2016

A thorny affair

I brushed past a pretty rose bush,
upright it grew in the perfumed air.
Hiding beneath was a thorn lying in ambush,
and pricked me causing the skin to tear.

I went too close for its comfort,
losing every sense of mine.
The prick causing a great discomfort,
the blood flowing in a thin line.

The joy of the moment was momentary,
the thorn had its way, and the blood had its.
I lay there in pain and agony,
sitting there gathering my wits.

The rose had another day to call its own,
another day to bloom.
Another day to crown a thorn,
waiting there in ambush.

© 2014 Abhijit Pandit

जिस रात के ख्वाब नहीं

जिस रात के ख्वाब नहीं, उस रात के अंधेरोमें मै क्या देखु।

वो उमंग भी नहीं, वो अरमान भी नहीं,
जिसकी धरती से उठती थी वो ख्वाबों की महक।
वो महक जो बिखर जाती थी यूँ,
की खिल उठती थी वो हर रात किसी महफ़िल की तरह,
और रोशन हो उठते थे वो हर ख्वाब किसी जुगनू की तरह।

अब वो महफ़िल भी नहीं, वो जुगनू भी नहीं,
जिसमे डूब के मदहोश हो उठती थी वो हर रात
और खो जाती थी यूँ,
की खो जाए लहर किसी सागर में जैसे।

अब वो लहर भी नहीं, वो सागर भी नहीं,
जो चांदनी में नहाके थिरक उठते थे,
और नाच उठते थे वो सितारों की महफ़िल में जैसे।

अब वो चांदनी भी नहीं, वो सितारे भी नहीं,
जिनके पड़ते ही फुट पड़ते थे वो ख्वाब,
किसी खुशबू की तरह

है तो बस एक काली सी... अँधेरीसी रात,
जो भोर की नहीं, किसी ख्वाब के इंतज़ार में थी शायद।
की कब आकर कोई आवारासा ख्वाब उसमे बस जाए,
और झूम उठे वो भी, सावन में नाचते उस मोर की तरह

वो रात जो अकेलीसी चली जा रही थी
अकेली सी... मायूससी... तनहासी...
वो अँधेरे की तन्हाइयों में गुम होती जा रही थी

कितना लंबा सफर था उस रात का,
वो रात, जिस रात के ख्वाब नहीं।


© २०१६ अभिजीत पंडित

Sunday, December 13, 2015

આવનાર પગલાં

આંખોમાં સ્વપ્નના તોરણ, ને હૃદય ઊર્મિઓનું સિંચન,
આવનાર પગલાને જાણે આશાઓ સાથે જુનો કોઈ સંબંધ.

કોઈ નવી ફૂટેલી કૂંપળ જાણે, કિરણ પી રેહવાને આતુર,
કંઠેથી નીકળેલો સ્વર જાણે, ગુંજી રેહવાને વ્યાકુળ.

મઘ મઘ કરતી સોડમ જાણે, ધરતીથી જે ફૂટી જરી,
પ્રસરે બાગમાં એ બેફીકર, વેરે ખુશ્બૂ એક ભીની ભીની.

ચંદ્રથી નીકળેલું એક કિરણ જાણે, જળ પર પડવાને આતુર,
હવામાં રહેલી ભીનાશ જાણે, એક ઝાકળ બનવાને વ્યાકુળ.

ઉમંગનું ઇન્દ્રધનુષ જાણે, આંખમાં ફરતું તેજ,
ઝંખનાનું ઓજસ જાણે, પલકારાની સેજ.

© 2015 Abhijit Pandit

Monday, August 17, 2015

एक नज़ारा ऐसा भी

ऊँचे वो पेड़ देवदार के,
कहते हो मन ही मन,
आओ छूले बादल ज़रा,
बहती जब वह मस्त पवन.

वादीयो में जब हो ख़ामोशी सी छायी,
धुंध लेकर जब हवा भी चली आई,
थिरक उठते झरनों के ऐसे चरन,
फुट पड़ते वो मस्तीमें होके मगन.

पत्तों से लिपटी वो ओस की बुँदे,
देखा करते हम बिना आँख मूंदे,
पड़ती उसपे जब वो भोर की किरन,
चमक उठता उसका सारा बदन.

वो सड़क पथरीली सी,
चलती जब वो टेढ़ी मेढ़ी सी,
खो जाती वो धुंध में कभी,
लहराके फिर कही से निकल आती.

वो परबतों पे जमी बर्फ की चादर,
चमक उठती सूरज की किरन पाकर,
शरमाके बादलो में वो कभी छुप जाती,
कभी घूँघट उठाये वो मुस्कुराके फिर नीखर आती.

© 2015 Abhijit Pandit

Friday, August 14, 2015

આપણા પગલા, આપણી વાત

આપણા પગલે પગલે આપણી વાત,
નિરંતર ચાલતી આપણી વાત.

વાત કરશો તો પગલા પણ બોલશે,
કહેશે વાત એક સફરની... સફરના આનંદની.

પગલાં જે પસાર થયા જાણે કેટલાયે તોફાની દરિયાઓથી,
ધક્ધક્તી રેત પરથી અને શીતળ ઝરણાંઓથી,
અને આવી પહોચ્યા અહી, જ્યાં
એક લીલીચમ ધરતી પર વરસી રહ્યો છે એક સોનેરી સૂરજ,
છે ગુલાબી અજવાળું ને મેહેકતું વન.
અને બધાની વચ્ચે..... હું અને તું.

વર્ષો જુનો આપણો  સફર.
છે તન પર પથરાયેલા કેટલાયે પડ,
પણ મન તો તારી ઉર્મિઓથી સીંચેલું એક ઘટાદાર વડ.

બે અજાણ્યા જીવોએ શરૂઆત કરી હતી સફરની,
હાથમાં હાથ મિલાવી, અને સાથે પગ માંડી.

અને પગલા હજીએ ચાલે છે... નિરંતર ચાલે છે.
ક્યારિક સ્હેજ આગળ, ક્યારેક સ્હેજ પાછળ... પણ સાથે.

સાથે રેહવાની રીત સમજાવતા આપણા પગલા,
દૂર સુધી લઇ જશે આપણી વાત.

આપણા પગલાં... 
નિરંતર ચાલતા આપણા પગલાં.

© 2015 Abhijit Pandit