Monday, September 10, 2012

પ્રણય

પ્રણય હશે ત્યાં પીગળતો,
પીગળે મીણ જ્યાં દીવાની ગરમી હેઠળ,
પ્રણય હશે ત્યાં પીગળતો.

પ્રણય હશે ત્યાં લાજતો,
ભમરાનું ગુંજન સાંભળી લાજી જાય ફૂલોના પુષ્પ,
પ્રણય હશે ત્યાં લાજતો.

પ્રણય હશે ત્યાં ઉદભવતો,
ઇન્દ્રધનુષ ઉદભવે વાદળિયા આકાશ પર, પડતાજ સુરજની મેહેર,
પ્રણય હશે ત્યાં ઉદભવતો.

પ્રણય હશે ત્યાં ખીલતો,
તૃણ ઉગે ધરાના ગર્ભમાંથી, પડતાજ વરસાદની છાંટ,
પ્રણય હશે ત્યાં ખીલતો.

પ્રણય હશે ત્યાં નાચતો,
મેહુલના આગમન થતાજ નાચે મોર છમ છમ,
પ્રણય હશે ત્યાં નાચતો.

પ્રણય હશે ત્યાં વેહેતો,
વહી જાય ઝરણું મળવા દરિયાના મોજાને,
પ્રણય હશે ત્યાં વેહેતો.

પ્રણય હશે ત્યાં ઊછળતો,
ઉછળે મોજા દરિયાના કરવા તટનો સ્પર્શ,
પ્રણય હશે ત્યાં ઊછળતો.

જોશો નહિ પ્રણયના દ્રશ્યો કેવળ પ્રિયતમાની કામણગારી આંખમાં,
સૃષ્ટિના દ્રશ્યે, દ્રશ્યે પ્રણયની ઝાંખી થશે.
સૃષ્ટિ થઇ છે આજ પ્રણયના આલિંગનમાં તરબતર,
પ્રણય છે વિસ્તૃત આ સૃષ્ટિમાં ચોતરફ, ચોતરફ, ચોતરફ....© 2013 Abhijit Pandit