Thursday, September 27, 2012

પગલાંઓની વાત

આપણે ચાલ્યા કર્યું ભીની રેત પર ને પડતા ગયા પગલાઓ આપણી પાછળ પાછળ,
કેટલે દૂર આવ્યા, કેટલા આગળ આવ્યા, એની કથા કેહેશે આ પગલાઓ ક્યારેક કોઈની આગળ.

પથરાઈ જશે આ પગલાઓ પર જ્યારે મોજાની ચાદર,
લઇ જશે પોતાની સાથે મોજાઓ, આ પગલાઓની સાંકળ.

અસીમ સમુદ્રના ઘોર ઊંડાણમાં પોહાચશે જ્યારે આ પગલાઓની વાત,
તરંગે તરંગ સાંભળશે થઇને લીન આ પગલાઓની વાત.
વેહેશે વાત આ પગલાઓની કોઈની સાથે સાથે,
રેહેશે વાત આ પગલાઓની કોઈના શ્વાશે શ્વાશે.

ધસમસતા મોજાઓ જ્યારે પથરાઈ જશે રેત પર થઈને એક ભીની ચાદર,
તટના તરસ્યા હોઠ પર જાણે પાડતા હશે મોજાઓ, પોતાની ઝાકળ.

ક્યાંક પગલાઓની વાતતો નથી કરતાને આ તોફાની મોજાઓ?
ક્યાંક પડઘાતો નથી પડતાને કાનમાં પેલા પગલાઓની વાતના?


© 2012 Abhijit Pandit

Wednesday, September 12, 2012

દ્વન્દ્વ

એનો પણ અજીબ ત્રાસ છે મને, એ દોસ્તો,
કે એક થપેડો વાગતો ને હું તો હોલવાઈ જતો.
કોઈ ચિત્કાર પણ ના નીકળતો,
કે હોલવાઈને હું તો ધુમંડો થઇ જતો.

સદાએ ચાલતું દ્વંદ્વ જોઈ લો એ દોસ્તો,
પણ ખરું કહું તો એક ચાલવાનું કામ કરતો,
ને એક હોલવાઈ જવાનું,
હસવાની વાત તો એ છે કે બધું શ્રેય
આ ચાલવા વાળાને જતો.

રમત નથી કે નથી આ એક સંતાકુકડી,
કે પ્રસરી રહે ચોતરફ ને ના મળે મારું કોઈ ઠેકાણું,
હોલવાઈ ગયો હોઉં તો કેમ કરી મળે એ દીવો એ દોસ્તો?

પણ સવાલ જરૂર કરીશ હું તમને,
કે જાણું ઉત્તર આ રમતનો,
કે તાજગી ભરી જાય છે બધે આ શીતલ વાયરો.
કેમ કરી શ્વાસ રૂંધી જાય છે મારો, એ દોસ્તો?

પ્રકાશિત થઇ જતો, ક્યારે ધુમંડો થઇ જતો,
મારું આ રૂપ બદલવું તમને કેવું લાગ્યું, એ દોસ્તો?

© 2012 Abhijit Pandit

Tuesday, September 11, 2012

The Rains

Up in the sky, behind the clouds
      The sun was peeping out, out, out.
What was he telling, telling, telling?
      The rains are coming, coming, coming.

Go to your places, go to your houses,
      The rains are coming, coming, coming.

Lakes are full, rivers are flowing,
      The rains are coming, coming, coming.

The little frog on the trees,
      are croaking, croaking, croaking.
      The rains are coming, coming, coming.
© 2012 Abhijit Pandit

તારી યાદમાં

તારી યાદમાં ગીત સ્ફૂર્યું.... લખ્યું.
ઉઠાવી કલમ, ભરી શ્યાહી,
આજ તો અક્ષરોએ પણ શ્યાહીના રંગે નહિ લીધું,
તારી યાદમાં ગીત સ્ફૂર્યું.... લખ્યું.

અક્ષરો છલકાયા દરેક લીટીના અંતે,
અર્થો જાગ્યા દરેક અક્ષરોના કંઠે.
ધોળા કાગળ પર મારું આ ચિતરામણ,
એક ગીત થઇ ના ઉભર્યું,
તારી યાદમાં ગીત સ્ફૂર્યું. લખ્યું.

લખતા તો લખાઈ ગયું એક સરસ મઝાનું ગીત.
તારી યાદની ભીનાશ લઇ ને, સુગંધિત કરી ગયો એ આખો કાગળ.
શીર્ષક બન્યું જાણે પેલા વાળ વચ્ચે વેહેતી સેંથી,
પંક્તિઓ બની તારા વાળની લટો જાણે.
ઝુલતા ઝુલતા જેમાંથી ટપકવા માંડ્યા પેલા અક્ષરોના બિંદુ.
આજ તો કાગળ પણ તને જોવાનું દર્પણ બની ગયું.
તારી યાદમાં ગીત સ્ફૂર્યું.... લખ્યું.


© 2012 Abhijit Pandit

Monday, September 10, 2012

પ્રણય

પ્રણય હશે ત્યાં પીગળતો,
પીગળે મીણ જ્યાં દીવાની ગરમી હેઠળ,
પ્રણય હશે ત્યાં પીગળતો.

પ્રણય હશે ત્યાં લાજતો,
ભમરાનું ગુંજન સાંભળી લાજી જાય ફૂલોના પુષ્પ,
પ્રણય હશે ત્યાં લાજતો.

પ્રણય હશે ત્યાં ઉદભવતો,
ઇન્દ્રધનુષ ઉદભવે વાદળિયા આકાશ પર, પડતાજ સુરજની મેહેર,
પ્રણય હશે ત્યાં ઉદભવતો.

પ્રણય હશે ત્યાં ખીલતો,
તૃણ ઉગે ધરાના ગર્ભમાંથી, પડતાજ વરસાદની છાંટ,
પ્રણય હશે ત્યાં ખીલતો.

પ્રણય હશે ત્યાં નાચતો,
મેહુલના આગમન થતાજ નાચે મોર છમ છમ,
પ્રણય હશે ત્યાં નાચતો.

પ્રણય હશે ત્યાં વેહેતો,
વહી જાય ઝરણું મળવા દરિયાના મોજાને,
પ્રણય હશે ત્યાં વેહેતો.

પ્રણય હશે ત્યાં ઊછળતો,
ઉછળે મોજા દરિયાના કરવા તટનો સ્પર્શ,
પ્રણય હશે ત્યાં ઊછળતો.

જોશો નહિ પ્રણયના દ્રશ્યો કેવળ પ્રિયતમાની કામણગારી આંખમાં,
સૃષ્ટિના દ્રશ્યે, દ્રશ્યે પ્રણયની ઝાંખી થશે.
સૃષ્ટિ થઇ છે આજ પ્રણયના આલિંગનમાં તરબતર,
પ્રણય છે વિસ્તૃત આ સૃષ્ટિમાં ચોતરફ, ચોતરફ, ચોતરફ....© 2013 Abhijit Pandit

Friendship

A friend is the one I cry with,
A friend is the one I laugh with.

A friend is the one I smile with,
A friend is the one I frown with.

A friend is the one I walk, hand in hand,
on long, winding roads and silvery sands.

In sunny days or rainy days,
gloomy days or wintry days,
you will be always there,
to wipe a tear or smile with me,
to play with me or walk with me.

A friend like you is a star that shines,
always there, up and bright.

Our friendship is like a treasure,
which we will cherish forever.


© 2012 Abhijit Pandit

પાંખો

કોઈએ આપી પાંખો કહે ઉડીતો જો જરા,
કેવું લાગે છે નાચવું હવાની લેહેરખી પર,
જો તો ખરો જરા.

ઉડી જા પેલા પંખીઓની સાથે સાથે,
પાંખે પાંખ મિલાવી વાતો કર ગગન સાથે,
પછી ભલે કોઈ એ વાતો સમઝે કે ના સમઝે.
વાતો કરવું કેવું લાગે છે કહે તો જરા.

ઉડી જા ગગનના છેડા સુધી,
પછી કહેજે મને પણ, ક્યાં પૂરું થયું આ આકાશ,
કેવી હતી એ ધરતી, ક્યાં આથમી ફરી ઉગ્યો આ સુરજ,
વાદળમાં ભીંજાવું કેવું લાગે છે, કહે તો જરા.

ઉડી જા રાત્રીના આકાશમાં,
નિશાએ કર્યો છે ચાંદલો ચન્દ્રસમો એના લલાટ પર.
ચંદ્રના કિરણમાં નહાવું કેવું લાગે છે, કહે તો જરા.

ઉડી જા, ઉડી જા, ક્યાંક કોઈ જોઈ ના લે,
પણ પાછો આવજે ખરો.
કહેજે મને પણ વાતો પેલા પંખીની,
પેલી ધરતીની, પેલા ચંદ્રના કિરણની,
કેવી હશે આ વાતો,
અમે પણ તો સાંભળીયે જરા.

© 2012 Abhijit Pandit

એક રજકણની હુંફ

ઉચકાયું પળવારમાં એ તો પૃથ્વીની સપાટીએ થી,
જઈ ચઢ્યું આભના કોઈ અજાણ ખૂણે,
પોતાનું સરનામું ખોળી રહ્યું, દિશાહીન એવું એક નાનું રજકણ.

ધૂળની ડમરીઓ સાથે ચકરાવે ચઢતું,
તરંગોના પ્રેમમાં લીન,
જઈ ચઢ્યું કોઈની આંખની પાપણ તળે,
ધૂળ ચખાડતું એક નાનું રજકણ.

વિચાર એને આવ્યો અવનવો,
કે લાવ પાડુ પડછાયો એક નાનો સરખો,
પેલી પૃથ્વીની ઉપર જેનો હું છુ એક કણ,
કે હુંફ તો મળે એને પેલા સૂર્યના તાપ થી.
વિચારી રહ્યો, પોતાનો પડછાયો ખોળતું એક નાનું રજકણ.

બોલો, જોયું છે કોયિએ.... એક રજકણનો પડછાયો?
લીધી છે કોઈએ.... એક રજકણની હુંફ?© 2012 Abhijit Pandit

ને કવિતા સર્જાઈ ગઈ

શબ્દોએ આળસ મરડી કર્યો મારો જે સ્પર્શ,
            ને કવિતા સર્જાઈ ગઈ.

ટૂંકો અર્થ થતો ય ગયો, લાંબો સાર થતો ય ગયો,
           ને કવિતા સર્જાઈ ગઈ.

વિચાર ઉડ્યા, કલ્પનાની ક્ષિતિજ ચૂમવા,
          ને કવિતા સર્જાઈ ગઈ.

શબ્દો નો કર્યો જે સાથ, પંક્તિએ ધર્યો જ્યાં હાથ,
         ને કવિતા સર્જાઈ ગઈ.

વિચારોનું વમળ ફર્યું, વીજળીએ કર્યો જ્યાં ટંકાર,
        ને કવિતા સર્જાઈ ગઈ.

© 2012 Abhijit Pandit

आ... की गूम हो जाए

आ... की गूम हो जाए हम इन पहाडो के बीच.
गूम हो जाए.... की गूम हो जाना भी कभी अच्छा लगता है.

गूम हो जाए उन भीगी यादो में.
यादे उन दिनों की, चले थे जब हम वो अनजाने रास्तो पे,
वो रास्ते जो न जाने कहा जा रहे थे.
की अनजाने रास्तो पे भी जाना अच्छा लगता है.

सुने फिरसे वो वादियों में छाया हुआ सन्नाटा,
वो सहमा हुआ सन्नाटा.... जो कांप उठता था, किसी पत्ते की टूटने की आहट से.
की वो सन्नाटो का शोर भी सुनना अच्छा लगता है.

चुमले फिरसे वो पहाडियों की चोटियाँ.
वो चोटियाँ जो न जाने क्यों ढंकी रहती थी उन बादलो के बीच.

वो अल्हड से, आवारा से बादल,
कुछ गुफ्तगू कर रहे थे शायद....
उन चोटियों को भी चूमना अच्छा लगता है.


© 2012 Abhijit Pandit

चांदनी रात में

कभी एक चांदनी रातमें, युही चलते चलते कही अकेले,
हवाका एक झोंका छू कर गुज़र गया.
चला गया देख मुझे अकेला,
किसी और मंजिल की ओर,
उस हवाके झोंकेमें महसूस किया है तुझे मैंने.

मेहसूस किया है, तेरी रुख से गिरी हुई उन जुल्फों को,
जो कभी लिपट जाती थी मेरी बाहों से,
पेड़की टहनीओ सी पड़ी रहती थी युही कभी,
कभी सरक जाती थी उन बाहों से, देख मेरी मस्त निगाहें,
उन जुल्फों को याद कर, उडती हुई खुशबू को महसूस किया है मैंने.

सर्द हवा जब ले आई थी
कुछ सूखे हुए, बेजान पत्तो को मेरी ओर.
साथमें आये थे कुछ कागज़ के टुकड़े.
वो पत्ते जो कभी हिस्सा थे एक पेड़ की शाख के,
वो टुकड़े जिसपे लिखे गए थे कई अलफ़ाज़ दिल के,
जिसपे बिखर गए थे कई सपने,
उन टुकड़ों को देख, तेरा इंतज़ार महसूस किया है मैने.


© 2012 Abhijit Pandit

પડછાયો

પડછાયો છુ, પડછાયો થઇને પડીશ,
તમારો છું, તમારાથી દૂર કેવી રીતના રહીશ,
પડછાયો છુ, પડછાયો થઇને પડીશ.

આનંદમાં કે રંજમાં.
જીવનના કોઈ પણ સંજોગમાં,
તમારા અસ્તિત્વનું ભાન કરાવતો એવો એક પડછાયો,
ધૂળમાં કે પાણીમાં,
સમુદ્રની રેત પર કે ખળખળ વેહતા વહેણમાં,
એક સરખો પડતો એવો એક પડછાયો,
પ્રકાશ પડતાજ સજીવન થઇ ઉઠતો એવો એક કાળો ભમ્મર પડછાયો,
રૂપનો વાંકો એવો એક વાંકો ચૂંકો પડછાયો.

કોક વાર જોઈ લો તો ખબર લેજો જરૂર,
કે તમારુજ સ્વરૂપ છું, તમારી સાથેજ રહીશ,
પડછાયો છુ, પડછાયો થઇને પડીશ.
તમારો છું, તમારા થી દૂર કેવી રીતના રહીશ.
પડછાયો છુ, પડછાયો થઇને પડીશ.© 2012 Abhijit Pandit

A Prayer

May the path you walk take you
            to where success resides.

May divine rays brighten your path,
            where darkness makes night.

May a true friend guide you like
            a star that shines.

May your life be full of glee and joy,
            and not of tears and sighs.


© 2012 Abhijit Pandit

ઝરણું

પથ્થરો પરથી વેહેતું એ ઝરણું,
પથ્થરો વચ્ચે વેહેતું એ ઝરણું.

નાની રે કેડી એની નાની પગદંડી,
ફૂલ પથ્થરોની વાતો સાંભળતું વેહેતું એ ઝરણું.

ડાળ પર ગીત ગાતા પંખી કરે કલશોર,
ખળખળ ખળખળ અવાજ કરતુ વેહેતું એ ઝરણું.

જ્હાડ પાનને ફૂલ તરુઓ, કાંકરાઓની હાલ્માળા રે,
બધાએને ભીંજવતું, કલકલ વેહેતું એ ઝરણું.

ઊંચા પહાડો, નાના ડુંગરા, ઉપર ગગન, નીચે ધરતીને,
કૈક કહી જતું એ ઝરણું.

કોઈક અજાણે સ્થળે જઈ રેહેવા આતુર,
કોઈક બીજા ઝરણાને મળી રેહેવા આતુર,
નાના નાના પગે દોડતું, આકળ વિકળ થતું એ ઝરણું.

© 2012 Abhijit Pandit

The Day Dawns

I look up, as night, slowly loosens
            her grip on the sky.
Closing slowly, the moon’s eye
            through which she saw time flying by.

Watching her spread the wings of dusk,
            flying through the passage of time,
I thought, I knew, to where she was heading.
            leaving one world, entering the other,
Putting an end to the evenings that were now fading.

Sure was I of the black colored garment of darkness,
            that would add to the beauty of night.
For I knew, she would not challenge nature’s might.

And then comes the radiant sun god,
      Mounted on the golden chariot that flies forth.
Tearing through the curtain of mist that hangs on,
      Piercing the sky that has the due of dawn.
Giving rise to a new day that would bring hope to people forlorn.

Then, passing the zenith, setting on the horizon,
it will go through the same path as it came along.

And then another dusk would dawn, and another night
would come bounding along.

And so it will continue as time passes on and on,
And the clocks of the world will tick on and on,
                                                On and on, on and on…..
© 2012 Abhijit Pandit

The Vision of the Night

The vision of the night
            faded out of sight.
Those wonderful fascinations
            with their frosty glare,
vanished after a temporary existence
            and left me in despair.

Those dreams and their existence futile,
            upon morning which took their flight,
alas, but were passing delights
            and wishes never to be realized.

But those dreams and their futility,
            care not for the world of crude reality,
for they are those unreal reality
            that give pleasure in a state of tranquility.
© 2012 Abhijit Pandit

દીવો

દીવો છુ. બળી રહ્યો છુ.
કોઈને રોશનીતો આપી રહ્યો છું.
જ્યાં સુધી નથી બળતો ત્યાં સુધી જનમતો નથી.
જ્યાં સુધી નથી હોલવાઈ જતો ત્યાં સુધી મરતો નથી.
જીવન અને મરણ વચ્ચેનો પ્રવાસ હું બળીને પૂરો કરું છુ.

કેવું છે જીવન મારું જુઓતો ખરા જરા.
નીચે અંધારું પથરાયું છે, ઉપર અજવાળું,
ને આજુબાજુ મારુજ તેજ પ્રસરી રહ્યું છે.
બળવામાં પણ કેટલી મઝા છે ખબર છે તમને?
કે બળીને રોશની આપવી એજ લક્ષ્ય છે મારું.

જરાક અમસ્તો વાગતો પવનનો ઝોકો,
અને હું હોલવાઈ જતો, એવો મને ભય સતાવતો.
પણ ધુમાડો થઇને પ્રસરી જઈશ એ ય ખબર છે મને.
દીવો છું. બળી રહ્યો છું.

© 2012 Abhijit Pandit

વરસાદ

વરસાદ પડ્યો. કોકના પ્રેમમાં પડ્યો.
વરસતા, વરસતા, ધરતીના પ્રેમમાં એ તો કેવો ધોધમાર પડ્યો.
વરસાદ પડ્યો. કોકના પ્રેમમાં પડ્યો.

ઉઠ્યોતો એ સમુદ્રની સપાટીએથી,
વમળ થઇ એ તો કેવો ચગડોળે ચડ્યો.
રચ્યા વાદળ ઘેરા ઘેરા, ને આભ એ આખું આંબી ગયો.
ગાજવીજ સાથે એ તો કેવો મુશળધાર પડ્યો.
વરસાદ પડ્યો, કોકના પ્રેમમાં પડ્યો.

આવી ગઈ મિલનની વેળા, ધરતી થઇ કંઈ ભીની ભીની,
સુગંધ પ્રસરી ગઈ ચોતરફ,
કે હવાએ પણ એને માણી લીધી,
તરબોળ કરવા ધરતીના ખૂણે ખૂણા
એ તો કેવો બેશુમાર પડ્યો.
વરસાદ પડ્યો. કોકના પ્રેમમાં પડ્યો.

ટીપે ટીપે થયા ખાબોચિયા,
ઝરણા થઇ કંઈ વહી ગયા,
ટપ ટપ છાંટાઓએ કેટલાયેને ભીના કરી ગયા.
ક્યારે છાપરેથી પડ્યો, ક્યારે જ્હાડ પરથી પડ્યો.
શુષ્ક થઇ ગયેલી ધરતી પર એ તો કેવો અનરાધાર પડ્યો.
વરસાદ પડ્યો. કોકના પ્રેમમાં પડ્યો.


© 2012 Abhijit Pandit

વાદળીયું

કેમે નાં જાય સ્મરણમાંથી એ દૃશ્ય અનેરું,
જોયું જ્યાં આકાશમાં એક વાદળીયું અનેરું.

અમથે અમથું ભટકતું ભટકતું,
કોઈ મુસાફિર જેમ ફરતું ફરતું,
પળમાં રંગ બદલતું, પળમાં બીજું સ્વરૂપ લેતું,
એવું એક નાનું વાદળીયું.

કોઈનો સંગ નથી એને, એક જોગી જેમ એકલું અટેલું,
કોઈ અજાણી જગાએ જતું,
એવું એક નાનું વાદળીયું.

ભૂરા ભૂરા આકાશમાં જોયું જ્યાં એને મેં પેહેલી વાર,
જાણે પવનના રથ પર જતું,
એવું એક નાનું વાદળીયું.

હમણાંતો ઓગળી જશે એ તો સૂર્યના પ્રકાશમાં,
જોઇલો, જોઇલો,
એ પેલું નાનું વાદળીયું.


© 2012 Abhijit Pandit

તારું સ્મરણ

યાદ કરું છુ જ્યારે હું, યાદ આવે છે એ ક્ષણ મને,
ચંદ્રનું કિરણ ઓગળી રહ્યુંતું પાણીમાં,
ને તારલાઓનું તેજ વરસી રહ્યુંતું મારા પર,

નીતરતી ચાંદનીએ તારા હોઠે મારો સ્પર્શ કર્યો,
તારામાં સમાતો ગયો ને પોતાને ભૂલી ગયો.

કેવી હતી એ ક્ષણ, હું જ્યારે વિચારું તો,
આંખની સામે પ્રગટ થતું એ દ્રશ્ય,
ભીંજવી નાખતી એ ક્ષણ હતી,
ને સ્મિત હતું તારું વ્હાલું મને,
યાદ હતી તારી મારી સાથે,
ને સાથે હતી એ હોઠોની ભીનાશ પણ મારી સાથે,
એ યાદ છે મને.


© 2012 Abhijit Pandit

સપના

 રાત પડી, સપના જાગે,
             ઉર્મીઓની સાથે સાથે,
વીતેલી પળોની સુગંધ લઇ
             ટકોરા મારે દ્વારે દ્વારે.

રાત પડી, તરંગો જાગે,
             આનંદની લ્હેરીઓ સાથે.
સ્મૃતિઓના શાંત પાણી પર જ્યારે
             કોઈ પત્થર મારે, ત્યારે ત્યારે.

રાત પડી, ઉઠે દ્રશ્યો જાણે,
             આંખ મીચાય ત્યારે ત્યારે.
પાંપણો વચ્ચેથી સરકી જઈ,
             આકાશ તરફ  ઉડે ત્યારે.

બંદ આંખોની પાછળ, ઉઠે પરપોટા જાણે,
            રાત પડી, જ્યારે સપના જાગે.
© 2012 Abhijit Pandit